Posts

#LiFe=#Search

હળવો થઉ છુ હુ રોજ થાક લઇને. પછડાતો નથી હું ભીતરે ભાર લઇને. સાંજે વિલાઇ ને રાતે સુઇ ગયો'તો, આવી ગયો હું એ જ સવાર લઇને.  ગડમથલ તો ચાલ્યા કરે છે રોજેરોજ, સુતો'તો મારી જોડે ઉઠ્યો હું કોને? લઇને.  અવસ્થા મળી તો મળી સપનામાં નીમુ'રા, બાકી તો ચાલુ છુ હું એ જ નામ લઇને. ઘટનાઓ બદલે એમ બદલતો રહું છુ, દાટી દઉ છુ વિવાદ હું વિષાદ લઇને.  હળવો થઉ છુ હુ રોજ થાક લઇને. પછડાતો નથી હું ભીતરે ભાર લઇને. નીમુ'રા

#Life=#Time

સમયની રેત પર પડેલા પગલાં નથી રહેવાના. તમે આવ્યા ને આ ગયા, કાયમ નથી રહેવાના. મળીશું બેહદ એ શમણાં, હકીકત નથી રહેવાના. ઉડે છે રાખ આ મિલનની,મળતા નથી રહેવાના. સમેટુ યાદ એ વખતની,દિવસ...
ડૂબવાનું જો નકકી જ હોય તો કોઈ છીદને?તરવા પડે. મોત નક્કી જ છે તોયે જીવ નિતનવા અખતરામાં પડે. જોઈ લો સફરનો ફ્લેશબેક ચિત્ત ચકરાવે ને જ્યારે, આંખ નમતા નમતા ખુદને ઓળખવામાં ઉઘડી પડે. કરી લો પરોપકાર,અંગત અંગત સ્વાર્થ સાધસો જ્યારે, હાથ જોડતા જોડતા છેલ્લે તમારા જ લમણે દેવા પડે. માણી લો જે જાણો,દોડમદોડમાં ધક્કે ચડશો જ્યારે, ચરણ વળતા વળતા છેવટે ઘૂંટણીયે નમી પડે. કરી લો એવું જે મળે એમાં કળ વળે,મોડું થશે જ્યારે, આંસુ લપસતા લપસતા કરચલીઓમાં અટકી પડે. મોત નકકી જ છે........... નીમુ'રા