#LiFe=#Search

હળવો થઉ છુ હુ રોજ થાક લઇને.
પછડાતો નથી હું ભીતરે ભાર લઇને.

સાંજે વિલાઇ ને રાતે સુઇ ગયો'તો,
આવી ગયો હું એ જ સવાર લઇને. 

ગડમથલ તો ચાલ્યા કરે છે રોજેરોજ,
સુતો'તો મારી જોડે ઉઠ્યો હું કોને? લઇને. 

અવસ્થા મળી તો મળી સપનામાં નીમુ'રા,
બાકી તો ચાલુ છુ હું એ જ નામ લઇને.

ઘટનાઓ બદલે એમ બદલતો રહું છુ,
દાટી દઉ છુ વિવાદ હું વિષાદ લઇને. 

હળવો થઉ છુ હુ રોજ થાક લઇને.
પછડાતો નથી હું ભીતરે ભાર લઇને.


નીમુ'રા

Comments