#LiFe=#Search
હળવો થઉ છુ હુ રોજ થાક લઇને. પછડાતો નથી હું ભીતરે ભાર લઇને. સાંજે વિલાઇ ને રાતે સુઇ ગયો'તો, આવી ગયો હું એ જ સવાર લઇને. ગડમથલ તો ચાલ્યા કરે છે રોજેરોજ, સુતો'તો મારી જોડે ઉઠ્યો હું કોને? લઇને. અવસ્થા મળી તો મળી સપનામાં નીમુ'રા, બાકી તો ચાલુ છુ હું એ જ નામ લઇને. ઘટનાઓ બદલે એમ બદલતો રહું છુ, દાટી દઉ છુ વિવાદ હું વિષાદ લઇને. હળવો થઉ છુ હુ રોજ થાક લઇને. પછડાતો નથી હું ભીતરે ભાર લઇને. નીમુ'રા